ઉપદ્રવ
જળ નિગમોની યોજનાના
પ્રસ્તાવ લખ્યા કાગળો જેવી
પાતળી, સફેદ, કડક પાંદડીઓ
ને ઉપર લાલ શાહીની છાંટ
નદીઓની નદીઓ ભરાઈ જાય છે એમનાથી
એ હિસાબ નથી માગતાં
છીનવાઈ લેવાયેલા શ્વાસોનો
એ સવાલ-જવાબ નથી કરતાં
એમની તરફ દુર્વ્યવહાર કરનારાઓ સામે
નથી એ માથાં ઊંચકતાં
કે નથી કરતાં વિરોધ પ્રદર્શનો
એમને બસ દાટી દેવાના હોય છે
જમીનમાં ૧૦ ફૂટ ઊંડે
એક સજડ પ્લાસ્ટિકની કોથળીમાં લપેટીને,
ભરીને કોતરણીવાળા લાકડાના ખોખામાં
કીડાઓ ખોતરી ખાય પાંદડીઓ
ને મૂકે ઈંડા ખોખલા ભેજભર્યાં કાણાઓમાં ત્યાં સુધી
કાં પછી નાખી દેવાના હોય છે દખમામાં,
ગિધડાંને કોચી ખાવા માટે
નહી તો પછી બાળી મૂકવાના હોય છે
બધાંય પાન, ડાળીઓ રાખ થઈ જાય ત્યાં લગી.
પણ જરૂરી હોય છે એમનો
સરખી રીતે નિકાલ કરવો
જેથી એ આમ બેશરમ
કૂટવા ના માંડે રાતોરાત
અંધકારના તળિયેથી
સાવ વહેતા પાણીમાં
અપવિત્ર કરતાં નદીઓને
આ જંગલી
સફેદ,ગુલાબી કમળનાં વન.
Infestation
Petals stiff, thin, white, and crisp
like project papers of Jal Nigams
with bright red blobs of ink —
the rivers are flooding with those.
Their eyes are closed,
limbs are tied.
They don’t hold anyone accountable
for their plucked breaths.
They don’t get into arguments
over their perceived ill-treatment.
They don’t raise their defiant heads.
They don’t join angry protest marches.
You just need to bury them
ten feet deep into the soil,
wrapped in tight plastic bags
or ornate wooden boxes
until the maggots burrow and eat the petals,
and breed in their still moist caverns.
Or you just hang them in the Dakhma
for carrion birds to feed on.
Or just burn them
stems, leaves, flowers and all
until they all turn to ashes.
But it’s important
that you dispose of them
quickly and correctly,
lest they grow overnight
into an outrageous infestation like this.
Such impurities
and that too in running sacred waters.
Rising from slippery darkness
this wild colony of
white and pink lotuses.